નવું પ્રકાશન: એડવાઇઝર ૭.૦ના અત્યાધૂનિક ફીચર્સ - Sarine钻石证书-4C标准钻石原石及光性能火彩新零售溯源技术珠宝趋势

નવું પ્રકાશન: એડવાઇઝર ૭.૦ના અત્યાધૂનિક ફીચર્સ

સરીનનું નવું વર્જન એડવાઇઝર ૭.૦, અદ્યતન ફીચર્સથી સજ્જ છે. હાલમાં બીટા પરીક્ષણના તબક્કામાં એવું  એડવાઇઝર ૭.૦ ટૂંક સમયમાં રીલીઝ થવા માટે સુયોજિત થયેલ છે. આ દરમિયાન, અહીં રજુ છે નવા વર્જનના કેટલાક ફીચર્સની હાઇલાઇટ્સ: આગળ વધુ વાંચો…

એડવાઇઝર ૭.૦ના ઉત્તમ ૫ નવા ફીચર્સની હાઈલાઈટ્સ:

૧. કેપ (CAP), સેન્ટ્રલાઈજ એડવાઇઝર પ્લાનિંગ – ઓટોમેટીક પ્લાનીંગ પ્રોસેસ દ્વારા સંખ્યાબંધ સોલ્યુશન્સ મેળવી શકાશે કે જે હાલની પ્લાનીંગ પ્રોસેસમાં લાગતા સમયમાં ધરખમ ઘટાડો લાવશે, અને વાસ્તવિક બજાર માંગ અનુસાર ફેક્ટરી સ્તરે રફ પ્લાનીંગ કરવામાં મદદરૂપ થશે.

૨. વૈવિધ્યપૂર્ણ પ્રાઈજીંગ(ભાવ પત્રક) – ઉત્પાદકોના પ્રાઈજીંગ(ભાવ પત્રક) ને સીધુજ એડવાઇઝર સાથે સંકલિત કરી પોલિશ હીરાના ભાવોની ઓટોમેટીક અને ત્વરિત માહિતી આપશે.

3. ફોટો રીયાલીસ્ટીક (વાસ્તવિક) સિમ્યુલેશન – અંતિમ પોલિશ્ડ હીરાના હાઇ ચોકસાઈ થ્રીડી સિમ્યુલેશન વ્યુંજની મદદથી હીરાની કલેરીટી અને લાઈટ પરફોર્મન્સને શરૂઆતના તબક્કે જ સારી સ્પષ્ટતાથી પ્લાનીંગ કરી શકાશે.

૪. સ્ટોન વ્યવસ્થાપક(મેનેજર) – અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ “ઓપન અને સેવ સ્ટોન” ના નવા ડાયલોગ અને સુધારેલ વર્જનથી સરળતાથી તમારા સ્ટોન્સની માહિતીનો અભ્યાસ કરી શકાશે.

૫. ટેન્શન સ્કેનિંગ – હાલના તબક્કામાં આ નવા ફિચર દ્વારા સરીનના ડાયાએક્સ્પસર્ટ આઈ (DiaExpert Eye) મશીન પરથી રફ હીરામાં રહેલ ટેન્શનનું સ્કેનીંગ કરી શકાશે તથા ઈમેજની અંદર ટેન્શન જોઈ પણ શકાશે, કે જેની મદદથી રફ પ્લાનીંગના શરૂઆતના તબ્બકામાં જ કે જયારે રફ હીરો લેસર વિભાગ સુધી પહોંચે એની પેહલા તેની કાળજી લઇ શકાશે.

જ્યારે એડવાઇઝર ૭.૦ રીલીઝ થાય ત્યારે તમે સૂચિત થવા ઈચ્છતા હો, તો અહીં ક્લિક કરો.

રજૂ કરી રહ્યા છીએ ડાયમંડ ટેક ન્યૂઝલેટર – ડાયમંડ ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગને લગતા સમાચારોનું મુખ્ય સ્થાન

જાન્યુઆરી ૨૦૧૭માં, અમે ડાયમંડ ટેક ન્યૂઝલેટર રીલીઝ કરી રહ્યા છીએ, જ્યાં અમે સરીનના વિશ્વમાંથી ડાયમંડ ઉત્પાદન માટે તાજેતરના સમાચાર, ફીચર્સ અને ટીપ્સ વિષે માહિતી આપીશું. ઉમેદવારી નોંધાવવા માટે ડાયમંડ ટેકની મુલાકાત લો અને તાજેતરની તમામ ડાયમંડ ટેક્નોલોજી વિશેની માહિતી સાથે સંકળાયેલા રહો.